15 જાન્યુ, 2019

🙏શિક્ષકે એકવાર *એક ખીલ્લી* પાણીમાં નાખી..
તો ખીલીનું શું થયું..??
 તે ખીલી ડૂબી ગઈ

પછી બીજીવાર શિક્ષકે *લાકડું* નાખ્યું તો શું થયું.. ??
તે લાકડું તરવા લાગ્યું...

જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આ તો કોમન છે... આમા નવું કે ચમત્કાર જેવું શું થયું..??

ત્યારે શિક્ષકે ડૂબી ગયેલી *ખીલીને લાકડામાં હથોડા વડે જોડી દીધી..*

પછી એ લાકડું પાણીમાં નાખ્યું..તો *લાકડા સાથે ખીલી પણ તરવા લાગી...*

શિક્ષકે બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો પરંતુ જો પોતાના સમાજ અને કુટુંબ સાથે જોડાઈ જઈએ.. તો આપણે તરી જઈએ...

🔴  કોઈપણ રીતે,  કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાના સમાજ અને કુટુંબના શુભ કાર્યો સાથે  જોડાયેલા રહેવું...

*આપણે સહુ ૧ ખીલ્લી જ છીએ*
સમાજ રૂપી લાકડા માં જોડાયેલા રહો તો ડૂબવાની ચિંતા નહી રહે...Good evening