27 જાન્યુ, 2020


અંધ શ્રદ્ધા ના પ્રયોગ 


1  મંત્રથી લાકડા સળગાવો
2  પાણી થી મીણબત્તિ સળગાવી
હથેળીમાં દીવો સળગાવવો
4  હથેળીમાંથી કંકુ યુક્ત ચોખા કાઢવા
5  કોરા કાગળ પર નામ લખવું
6  શ્રીફળ માંથી ચુંદળી કાઢવી.
7  શ્રી ફળ માંથી કંકુ ચોખા કાઢવા
8  લીંબુ કાપતાં લોહી નીકળવું
9  સિક્કા માંથી રાખ કાઢવી
10 સળગતા કોલસા પર ચાલવું
11 રૂમાલ સળગાવ્યો છતાં બળીન ગયો
12 બોટલમાં ધુમાડો ઉત્પન્ન કરવો
13 ગુલાબ નો રંગ બદલવો
14 ગુલાબ નો રંગ કાયમનોજ બદલવો
15 નજર ઉતારવી
16 કાગળ ના કપમાં પાણી ગરમ કરવું
17 કાગળ પર કંકુ થી લખાણ ઉપસાવવું
18 સિક્કા ને હવામાં રાખવો
19 જમીન પર કંકુ પગલાં પાડવાં
20 હથેળી માંથી કંકુ
21 શાહી નો રંગ દૂર કરવો
22 ન સળગે તેવો કાગળ
23 લીંબુમાંથી આગ કાઢવી
24 ન સળગે તેવું કપડું
25 અગ્નિ ને હાથમાં લેવો



25 ઑગસ્ટ, 2019

સંયુક્ત ફેમિલીમાં રહેવાના આ છે ગજબ ફાયદાઓ 



સંયુક્ત ફેમિલની નીંવ એ જ છે કે જેમાં બધા જ પરિવાર એકબીજા સાથે પ્રેમથી રહે છે. જો કે આજની બદલતી વિચારશૈલીના કારણે કપલ લગ્ન બાદ તેના માતાપિતાથી અલગ થઈ જવાનું પસંદ કરે છે. આજે આ જ ઘર-ઘરની કહાણી છે. જો કે પરિવારથી અલગ થઈને કપલે બહુ બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો આપ મેરેજ બાદ આવું કંઇક વિચારતા હો તો પહેલા જોઈન્ટ ફેમેલિમાં રહેવાના ફાયદા સમજી લો.

 જોઈન્ટ ફેમિલીના ફાયદા 

1-લડાઈ ઝઘડા તો દરેક ઘરમાં થાય છે પરંતુ પરિવાર સાથે મળીને મસ્તી મજાક અને આનંદ કરવાનો જે અવસર સંયુક્ત ફેમેલિમાં મળે છે તે વિભક્તમાં નથી મળતો. ખાસ કરીને જ્યારે કોઇ ફેસ્ટીવલ હોય તો પરિવારના સભ્યો જે રીતે મળીને તેને સેલિબ્રેટ કરે છે. જેની મજા અનેરી હોય છે.

2-પરિવારથી અલગ રહેવાનો એક ગેરફાયદો એ પણ છે કે, બધા જ કામ એકલાએ જ કરવા પડે છે. કામનું શેરિંગ નથી થતું જ્યારે સંયુક્ત પરિવારમાં કામ વહેંચાય જાય છે. બધા સાથે મળીને કામ કરતા હોવાથી બોજ વહેંચાય જાય છે અને સરળતાથી બધા જ કામ પાર પડી જાય છે.

3-જે બાળક સંયુક્ત પરિવારમાં ઉછેરે છે તે બાળકની માનસિકતા વિભક્ત કુંટુંબમાં ઉછેરલા બાળક કરતાં તદન અલગ હોય છે. સંયુક્ત ફેમિલિમાં ઉછેરલ બાળકમાં શેરિંગના સંસ્કાર આવે છે. જે એડજસ્ટમેન્ટ પણ કરી લે છે જ્યારે વિભક્ત પરિવારમાં બાળક જિદ્દી અને અડિયલ અને સ્વાર્થી થવાની શક્યતા વધે છે. સંયુક્ત પરિવારમાં બાળક નાનેથી તેના ભાઈ બહેનને મુશ્કેલીમાં મદદ કરવાનું શીખે છે.


4-સંયુક્ત ફેમિલીનો બીજો ફાયદો એ પણ છે કે બાળક દાદા-દાદીના લાડ પ્યાર વચ્ચે સારી રીતે ઉછરે છે. બીજો ફાયદો એ પણ છે કે માતાપિતાની ગેરહાજરીમાં બાળક સચવાય જાય છે. બાળકનું ટેન્શન નથી રહેતું. બાળકને કોઈ પારકા હાથમાં સોંપવું પડતું નથી.


5– જોઈન્ટ ફેમિલીનો બીજો ફાયદોએ પણ છે કે બાળક સુખ-દુ:ખને વહેંચતા અને એકબીજાને સારી-નરસી ઘડીમાં મદદ કરવાનું શીખે છે. સંયુક્ત ફેમિલીમાં કોઈ વ્યક્તિ પર મુશ્કેલી આવે તો આખોય પરિવાર તેની સપોર્ટ માટે તેની પડખે ઉભો રહે છે. બાળકના માનસ પર આ બધી જ ઘટના સારો પ્રભાવ પાડે છે અને તે પણ મુશ્કેલીમાં મદદરૂપ થવાનું શીખે છે.

6. આજનો સમય એવો છે કે જેમાં દસ પરિવારમાંથી સાત પરિવારમાં કપલ વર્કિંગ હોય છે. બંનેને ઘર છોડીને 7થી 8 કલાક બહાર રહેવું ફરજિયાત હોય છે. આ સમયે કપલને ઘરમાં ચોરીની ચિંતા સતાવે છે તો બીજી તરફ બાળકને ડે કેર સેન્ટરમાં મૂકવું પડે છે. સંયુક્ત ફેમેલિમાં આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત જ નથી થતાં.


7. જો તમે જોઈન્ટ ફેમેલીમાં રહો છો તો બહારનું ફૂડ લેવાની જરૂરત જ નથી પડતી. સંયુક્ત ફેમિલિમાં જો પત્ની બહાર ગઈ હોય તો મમ્મી, કાકી કોઈને કોઇ ઘર પર તો હોય જ છે. આ સ્થિતમાં હંમેશા ઘરનું હાઇજેનિક ફૂડ જ મળે છે. આ રીતે હર્યાં ભર્યાં સંયુક્ત પરિવારમાં રહેવાના નુકસાન કરતા ફાયદા વધુ છે.

આજના સમાજમાં 
દિકરી લેવી હોય તો.. સંયુક્ત કુટુંબમાંથી 
દિકરી દેવી હોય તો.. વિભક્ત  કુટુંબમાં
આ માનસીકતા થી ઉપર ઉઠો... 

વિભક્ત  કુટુંબમાંથી સંયુક્ત કુટુંબમાં આવેલ દિકરીઓ વધું ખુશ છે...

ડીપ્રેશનમાં નો શિકાર બનતા વ્યક્તિઓ મોટા ભાગે વિભક્ત  કુટુંબના હોય છે, જયાં વાતનુ સહજતાથી શેરીંગ થતુ નથી..   સંયુક્ત કુટુંબ, સુખી કુટુંબ    વિવાહીત કપલ, યુવા દિકરા-દિકરી ખાસ વિચારે...

ૐ ના જાપથી ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ પ્રોબ્લેમ દૂર થાય છે.
ૐ ના જાપથી ગભરામણ જેવી સમસ્યા દૂર થાય છે.             
ૐ ના જાપથી માનસિક શાંતિ,ટ્રેસ અને ટેનશનમાંથી કાયમી મુક્તિ મળે છે.   
ૐ ના જાપથી બોડીમાં બ્લડસર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. 
ૐ ના જાપથી બીપી નોર્મલ રહેછે જેથી હાર્ટ એટેકથી બચી શકાય છે.   
ૐ ના જાપથી પેટમાં વાઈબ્રેશન થાય છે જેથી પાચનશક્તિ મજબૂત બને છે. 
ૐ ના જાપથી ફેફસાને વધારે ઓક્સીઝન મળવાથી એનર્જી સારી મળે છે.         
ૐ ના જાપથી થાક દૂર થાય છે જેથી ફ્રેશનેસનો અનુભવ થાય છે.           
ૐ નોસુતા પહેલા ઉચ્ચારણ કરવાથી ઊંઘ તરત ને સારી આવે છે.   

ૐ ના જાપથી શરીરમાં લંગ્સ ની ક્ષમતામાં વધારો થવાથી બોડીમાં ઓક્સિજન વધારે મળે છે.                                 .                                       .
ૐ ના ઉચ્ચારણથી સ્પાઈનલ કોર્ડમાં વાઈબ્રેશન થાય છે જેથી કરોડરજ્જુ મજબૂત બને છે જેના કારણે કમરની તકલીફ દૂર થાય.           
ૐ ના ઉચ્ચારણથી બ્રેઇનમાં વાઈબ્રેશન થાય છે જેથી એકાગ્રતા વધે છે અને માઈન્ડ પાવર વધે જેથી યાદશક્તિ વધે છે.               
આમ રેગ્યુલર ૐ નો સતત જાપ કે ઊંડા શ્વાસ લઈને જો ઉચ્ચારણ કરવામાં આવે તો આપ ઘણાબધા રોગ મફતમાં દૂર કરી શકો છો.